મુન્દ્રામાં બાઈકને માલવાહક વાહને ટક્કર મારતા યુવાનનું મોત

copy image

મુન્દ્રામાં બાઈક સવારને માલવાહક વાહને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના 36 વર્ષીય મહેન્દ્રપાલ ચંદ્રપાલ બાઈક લઈને જઈ રહ્યા હતા, તે સમય દરમ્યાન અદાણી પોર્ટ તરફ જતા હાઈવે પર આશાપુરા કોમ્પ્લેક્ષ સામે અચાનક પુર ઝડપે આવતા માલવાહક વાહને બાઈકને ટક્કર મારતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકનું સવાર વાહન નીચે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.