148મી જગન્નાથ રથયાત્રા દરમ્યાન ગભરાયેલ અને બેકાબૂ બનેલ હાથીને વનતારાની ટીમે આપી સારવાર

copy image

148મી જગન્નાથ રથયાત્રા દરમ્યાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તાત્કાલિક વનતારા સંસ્થા દ્વારા અમદાવાદમાં બે વન્યજીવ પશુચિકિત્સકો, છ વરિષ્ઠ મહાવતો, તાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સ સહિતની તેમની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરવામાં આવી હતી.
આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ દોડી ગયેલ હતો તેની પાછળ અન્ય બે હાથીઓ પણ ગભરાઈ ગયા હતા ભાગ્યા હતા. જેથી વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરી હતી અને સહાય કરી હતી.