પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ મેળવવામાં બાકી રહેલ તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને ૫ જુલાઈ સુધીમાં જથ્થો મેળવી લેવા અનુરોધ
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ રાજયનાં તમામ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ જુલાઈ-૨૦૨૫ તથા ઓગસ્ટ-૨૦૨૫ માં મળવાપાત્ર વિનામુલ્યે અનાજ (ઘઉં-ચોખા) તેમજ જુન-૨૦૨૫ માસના ખાંડ, મીઠુ, ચણા, તુવેરદાળના જથ્થાનું વિતરણ માસ જુનમાં તા.૩૦/૦૬/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવા જણાવેલ હતુ પરંતુ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓ લાભ લઇ શકે તે હેતુથી લાભાર્થીઓનાં હિતમાં આ મુદતમાં વધારો કરીને ૦૫ જુલાઈ ૨૦૨૫ સુધી લંબાવેલ છે. જેથી સદરહું જથ્થો મેળવવામાં બાકી રહેલ તમામ એન.એફ.એસ.એ. લાભાર્થીઓને તા.૦૫/૦૭/૨૦૨૫ સુધીમાં જથ્થો મેળવી લેવા અનુરોધ છે.