ચોરી થયેલ ચેક વટાવવા જવાના પ્રકરણમાં સુરતના વેપારીના જામીન કોર્ટે મંજૂર કર્યા

ચોરી થયેલ ચેક વટાવવા જવાના પ્રકરણમાં સુરતના વેપારીના જામીન મંજૂર થયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નાડાપા ફાટક નજીક આવેલ બાબુભાઈ ભીમાભાઈ છાંગા આહીરનીશ્રી ચામુંડા કૃપા રોડવેઝ નામની ટ્રાન્સપોર્ટ કચેરીમાંથી એચ.ડી.એફ.સી. બેન્કના ચેક સહિતની માલમતાની તસ્કરીનો મામલો પોલીસ ચોપડે ચડ્યો હતો. આ ચોરાઉ ચેક 80 હજાર રૂપિયાની રકમ ભરીને સુરતના મુકેશ શેખડાએ વટાવ્યો હોવાનું સામે આવતા આ વેપારીની અટક કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોપી તરફથી જામીન અરજી મૂકવામાં આવતા કોર્ટે તેના જામીન સ્વીકાર્યા હતા.