વર્માનગર કોલોની(પાન્ધ્રો) ના ગેટ ખાતેથી ચોરીમાં ગયેલ મો.સા.સાથે આરોપીને ઝડપી પાડતી નારાયણ સરોવર પોલીસ

copy image

copy image

મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ દ્વારા મિલકત સબંધી ચોરીના આરોપીઓને ઝડપી પાડવા તથા મિલકત સબંધી ગુન્હા અટકાવવા સુચના આપેલ.

જે અનુસંધાને નારાયણ સરોવર પો.સ્ટે. ફ.ગુ.૨નં.૦૭૭/૨૦૨૫ તા.૦૧/૦૭/૨૦૨૫ ના ક.૧૫/૦૦ વાગ્યે જાહેર થયેલ છે.જે ગુંહા કામે ટુંક હકીકત એવી છે કે આ કામના ફરીયાદશ્રીનું મો.સા.રજી.નં.જી.જે.૧૨ એ.એલ.૬૫૬૪ વાળું ગઈ તા.૧૮/૦૬/૨૦૨૫ ના ક.૧૦/૦૦ વાગ્યે વર્માનગર કોલોનીના મેઇન ગેટ ખાતે પાર્ક કરેલ અને ફરી.ગઈ તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ લેવા જતાં સદરહું જગ્યાએ મો.સા.મળી આવેલ નહી અને આજુબાજુમાં તથા સગા સબંધીઓમાં તપાસ કરતાં મો.સા.મળી આવેલ નહી જેથી અત્રેના પો.સ્ટે.ખાતે આવી જાણ કરતાં ચોરીનો ગુન્હો દાખલ કરવામાં આવેલ અને આ.પો.બિટના કર્મચારીઓને સદરહું મો.સા.ની વૉચ તપાસમાં રહેવા જણાવતાં આજરોજ ઈ.પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.એચ.પટેલ સાહેના માર્ગદર્શન તથા સુચના આધારે નારાયણ સરોવર પોલીસ સ્ટાફના કર્મચારીઓ સ.વા.થી નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન ફરતા-ફરતા પાન્ધ્રો ખાતે આવતાં કાનજીભાઈ પબજીભાઈ સિંધવ પો.હેડ કોન્સ નાઓને મળેલ બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી પાન્ધ્રો ગામથી ફુલરા તરફ જતાં રોડ પર કાળી નદી પાસે સીમમાંથી આવતાં કાચા રસ્તા ખાતે વૉચ તપાસ દરમ્યાન સીમમાંથી એક ઇસમ મો.સા.લઇને રોડ પર આવતાં જેને ઉભો રાખી નામઠામ પુછી મો.સા.ના રજી.કાગળો માંગતાં કોઈ સંતોષકારક જવાબ ન આપતાં તેમજ મો.સા.ની નંબર પ્લેટ જોતાં ચોરીમાં ગયેલ મો.સા.હોય જેથી મો.સા.ને પંચનામાની વિગતે કબ્જે કરી આરોપી વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદામાલ ની વિગત:-

-મો.સા.રજી નં.જી.જે.૧૨ એ.એલ.૬૫૬૪ વાળી જેની કિ.રૂ. ૧૫૦૦૦/-નો મુદ્દામાલ

પકડાયેલ આરોપીનું નામ સરનામું :-

(૧)દેવેન્દ્ર પ્રહલાદભાઈ નિરાશ્રીત(કોલી) ઉ.વ.૨૫ રહે હાલ-અપનાનગર(પાન્થ્રો)તા.લખપત જિ.કચ્છ .મુળ રહે-રામેશ્વર,કમાલપુર સાતુન, તા.રાધનપુર જિ.પાટણ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઇ.પો.ઇન્સ.શ્રી એમ.એચ.પટેલ સાહેબ તથા પો.હેડ.કોન્સ કાનજીભાઈ પી.સિંધવ તથા મુર્તુજાઅલી આઇ.મનસુરી તથા પો.કોન્સ ખુમાનસંગ એમ.સોઢા તથા ચંદ્રેશભાઈ જે.ચુડાસમા તથા જયેશભાઇ એમ.રાતડીયા એ રીતેના નારાયણ સરોવર પોલીસ સ્ટાફના માણસો.