નલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રી ઘરફોડ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ ભુજ”
copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ તાત્કાલિક અસરથી શોધી આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.
નલિયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૧૩૨/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૫,૩૩૧(૩), ૩૩૧(૪),૩૨૪(૨),૩૩૪(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ જેમા આ કામેના ફરીયાદી હાજી ઈશાક ઈબ્રાહિમ સંઘાર ધંધો કરીયાણાની દુકાન રહે. વડસર તા.અબડાસા વાળાની તથા સાહેદોની રામપર (અબડા) તા.અબડાસા ગામે આવેલ કરિયાણાની દુકાનોમાંથી ગઈ તા.૨૯/૦૬/૨૫ ના રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે દુકાનોના તાળા તોડી તેમા અપ્રવેશ કરી ત્રણ દુકાનોમાંથી કુલ્લે રોકડ રકમ રૂ.૩૩૨૫/-ની ચોરી કરી લઈ જઈ તથા ફરિયાદીની દુકાનના લોખંડના શટરને વાળીને અંદાજે ૧૦૦૦/- રૂપીયાનું નુકશાન કરી ગુનો કરેલ.
જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલ જે સૂચના મુજબ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઇ રબારીનાઓ સદર ગુનો શોધી કાઢવા નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસમાં હતા દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા લાખાભાઇ રબારીનાઓને હ્યુમન સોર્સીસ આધારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઉપરોક્ત ગુનો આચરેલ ત્રણે ઈસમો હાલે ઉસ્તિયા ગામના બસ સ્ટેશન પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા (૧) રમેશ વેલજીભાઈ કોલી ઉવ.૨૧ રહે.કોલીવાસ જખૌ તા.અબડાસા (૨) મયુરકુમાર શંકરલાલ કોલી ઉવ.૧૯ રહે.સુખપર(બારા) તા.અબડાસા તથા (૩) બાબુ ઉર્ફે મોહન મહેશભાઈ કોલી ઉવ.૨૩ રહે મુળ.સુખપર (બારા) તા.અબડાસા હાલે રહે.કોલીવાસ જખૌ તા.અબડાસા વાળાઓ હાજર મળી આવેલ જેથી મજકુર ઇસમોની અંગ ઝડતીમાંથી પરચુરણ રૂપીયા રૂ.૩,૩૨૫/- મળી આવેલ જેથી મજકુર ઇસમોને ઉપરોક્ત ગુના કામેની સમજ કરી પુછ-પરછ કરતા ત્રણેય ઈસમો ઉપરોક્ત ચોરી કર્યા અંગેની કબુલાત આપેલ તેમજ તેમની પાસે રહેલ રોકડ રકમ કુલ્લે રૂ.૩,૩૨૫/- સદર દુકાનોમાંથી ચોરી કરેલ તેજ રૂપીયા
હોવાનું જણાવેલ તેમજ તેમના કબ્જામાં રહેલ મો.સા.નો ઉપરોક્ત ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ હોવાનું જણાવેલ જેથી મજકુર ત્રણેય આરોપીઓને ઉપરોક્ત મળી આવેલ મુદ્દામાલ સાથે હસ્તગત કરી મજકુર ઇસમોને આગળની કાર્યવાહી સારૂ નલીયા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
:• પકડાયેલ ઇસમો
રમેશ વેલજીભાઈ કોલી ઉવ.૨૧ રહે.કોલીવાસ જખૌ તા.અબડાસા
- મયુરકુમાર શંકરલાલ કોલી ઉવ.૧૯ રહે.સુખપર(બારા) તા.અબડાસા
બાબુ ઉર્ફે મોહન મહેશભાઈ કોલી ઉવ.૨૩ રહે મુળ.સુખપર(બારા) તા.અબડાસા હાલે રહે.કોલીવાસ જખૌ તા.અબડાસા
→ કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપિયા રૂ.૩૩૨૫/-
એન્ડ્રોઈડ મોબાઈલ ફોન નંગ-૦૩
- હિરો કંપનીની સ્પ્લેન્ડર મો.સા., રજી. નં. જી.જે.૧૨ એચ.સી. ૬૫૮૦
વણશોધાયેલ શોધી કાઢેલ ગુનો
- નલિયા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૦૧૩૨/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૫,૩૩૧(૩), ૩૩૧(૪),૩૨૪(૨).૩૩૪(૧) મુજબ