માંડવીમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચ્યો

copy image

માંડવીમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ધવલ પાર્કમાં રહેતો આશિફ ઇકબાલ બકાલી નામનો શખ્સ પોતાના મોબાઇલમાં આઇ.ડી. વડે હાલ ચાલી રહેલી ટીએનપીએલની ટી-20 ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમી રમાડે છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર તપાસ કરતા ઓટલા ઉપર બેસી મોબાઇલમાં ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ હાજર મળી આવ્યો હતો. અને તેના મોબાઇલની આઇ.ડી.માં રૂા. 7000ની બેલેન્સ હતી. પોલીસે આ શખ્સને રોકડા રૂ,9,300 તેમજ એક મોબાઇલ કિં,રૂ, 20,000 તથા આઇ.ડી.માં બેલેન્સ રૂા,7000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.