16 જૂનથી સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : આજે 100થી વધુ તાલુકામાં વરસાદ

copy image

copy image

ગત તા. 16 જૂનથી સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી  કરી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 07 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાત સહિતની તમામ વિસ્તારોમાં વરસાદ મળ્યો છે. ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ આજે 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો છે.