જોબાળા ગામમાં રોકડા રૂા.૪૩,૪૩૦/- સાથે જાહેરમાં જુગાર રમતા નવ જુગારીઓને પકડી પાડતી સુરેન્દ્રનગર LCB

copy image

સુરેન્દ્રનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચુડા પોલીસ સ્ટેશનના જોબાળા ગામમાં રોકડા રૂા.૪૩,૪૩૦/- સાથે જાહેરમાં જુગાર રમતા નવ શકુનીઓને અન્ય મુદામાલ કુલ મળી કુલ કી રૂ.૬૮,૯૪૦/- ના મુદામાલ સાથે ઝડપીને જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા હાંસલ કરી છે
સુરેન્દ્રનગર: અત્રેની લોકલ ક્રાઇમ બ્રાન્ચની પ્રેસનોટ (તા. ૦૫-૦૭-૨૦૨૫)માં સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા (IPS)એ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે, તથા જિલ્લાનો સામાન્ય નાગરિક દારૂ-જુગાર જેવી બદીથી સંપુર્ણપણે દુર રહે તે સારૂ, ખાસ એકશન પ્લાન બનાવી ગુન્હાઓ બનતા અટકાવવા, પ્રોહી/જુગારના વધુમા વધુ કેસો શોધી કાઢી, આવી બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સારૂ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલ.સી.બી. પી.આઇ. શ્રી જે.જે.જાડેજાને કરેલી જરૂરી સુચના કરેલ અન્વયે એલ.સી.બી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જે.વાય. પઠણ તથા પેરોલ ફલો સ્કોડ સુરેન્દ્રનગરના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.ઝાલાએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરિણામલક્ષી કામગીરી કરવા આપેવ સુચના તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ દ્રારા સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલ.સી.બી.ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ચુડા તાલુકાના જોબાળા ગામે જાહેર માર્ગમાં ગંજી પતા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ઇસમોને રોકડા રૂL૪૩,૪૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કી.રૂા.૨૫,૫૦૦/- તથા ગંજીપાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ કી.રૂા.૬૮,૯૪૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જુગારમાં ઝડપી પાડેલ આરોપીઓ વિસ્તૃતમાં આ પ્રમાણે દર્શાવાયા છે. (૧) ધનશ્યામભાઇ કરમશીભાઇ લીંબડીયા, (૨) રાહુલભાઇ બાબુભાઇ શેખ, (3) અશોકભાઇ તળશીભાઇ તરવાણી, (૪) ધનશ્યામભાઇ કુબેરભાઇ શેખ, (૫) મેહુલભાઇ નટુભાઇ ધલવાણીયા, (૬) મેરૂભાઇ ભકાભાઇ પરમાર, (૭) રવિન્દ્રભાઇ જેમલભાઇ કટુડીયા, (૮) રાહુલભાઇ નટુભાઇ ધલવાણીયા, (૯) કિશનભાઇ અજીતભાઇ પરાલીયા. (તમામ રહે.જોબાળા, તા. ચુડા, જિ. સુરેન્દ્રનગર). (૧) રોકડા રૂ.૪૩,૪૪૦/- તથા મોબાઇલ ફોન નંગ-૬ કી, (૨) મોબાઇલ ફોન નંગ.૦૬ કી.રૂ.૨૫,૫૦૦/- (૩) ગંજી પાના નંગ-પર કિ.રૂ,૦૦/- કુલ કી.રૂા.૬૮,૯૪૦/- નો મુદામાલ કબ્જે કરેલ હોવાનું જણાવાય છે. સદર કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી: એલ.સી.બી.પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.વાય. પઠાણ તથા પોલીસ હેડ કોન્સ. પ્રવિણભાઇ કોલા તથા પોલીસ.કોન્સ વજાભાઇ સાનીયા તથા પોલીસ કોન્સ. કૃણાલસિંહ ઝાલા તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.કોન્સ. ભરતભાઈ સભાડ એરીતેની ટીમ દ્રારા જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.