ચોમાસાની સીઝન દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ ચેમ્બર તોડવી નહિ અને ઢાંકણા ન ખોલવા શહેરીજનોને હિદાયત કરવામાં આવી.

copy image

ભુજ નગરપાલિકાની ડ્રેનેજ શાખા દ્વારા ચોમાસાની કામગીરીના ભાગરૂપે કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજવામાં આવેલ હતી. જેમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી રશ્મીબેન સોલંકી, ડ્રેનેજ કમિટીના ચેરમેનશ્રી ધર્મેશભાઈ ગોર દ્વારા ડ્રેનેજને લગતા પોતાના મંતવ્યો આપેલ તથા ડ્રેનેજ ઇજનેરો વિવેક જોષી, મનદીપ સોલંકી, તથા સુપરવાઈઝરો હાજર રહેલ હતા.
વરસાદી સિઝનને ધ્યાને લઈને ભુજ સુધરાઈ ખાતે ડ્રેનેજ શાખા દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવેલ જેમાં હાલ જે ડ્રેનેજની મુખ્ય તેમજ આંતરિક લાઈનો માંથી ગારા કાઢવાની કામગીરી ચાલુમાં છે જે વધુ ઝડપથી કામગીરીએ કરવાની સૂચના આપવામાં આવી. તેમજ ડ્રેનેજના તમામ વાહનો કાર્યરત રાખવા તથા જે વાહનો રીપેરીંગમાં છે તે તાત્કાલિક ધોરણે રીપેર કરાવવાની સબંધિત શાખાને સુચના આપી દેવામાં આવેલ. ચાલુ વરસાદ દરમ્યાન લોકો દ્વારા વરસાદી પાણીના તાત્કાલિક ધોરણે નિકાલ કરવા ડ્રેનેજના ઢાંકણા ખોલી કે ચેમ્બરો તોડી નાખતા હોઈ આજુ બાજુનો કચરો ડ્રેનેજમાં જતા ડ્રેનેજ લાઈન બ્લોક થાય છે અને ઢાંકણા ખુલ્લા રાખી દેતા અકસ્માતનો ભય રહે છે. આ અંગે જાહેર જનતાને ડ્રેનેજ ચેમ્બર તોડી કે ઢાંકણા ન ખોલવાની અપીલ કરવામાં આવી હતી. અને આવું કરતા જો કોઈ નગરપાલિકાને ધ્યાને આવશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમસ્યાને નિવારવા માટે લોકોને સાથ સહકાર આપવાની હિદાયત કરવામાં આવી. ચોમાસા દરમ્યાન મેન્ટેનન્સની કામગીરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા કોન્ટ્રાક્ટરોને જણાવવાનું સૂચવવામાં આવેલ. વરસાદી પાણીના વહેણ ઉપર દબાણ કરવામાં આવેલ છે તેને દુર કરવામાં નાગરિકોને સાથ સહકાર આપવા અનુરોધ કરવામાં આવે છે