મુંદરા તાલુકાની સગીરાનું અપહરણ કરી અનેકવાર બળાત્કાર ગુજારનાર નરાધમ વિરુધ ફરિયાદ નોંધાઈ

copy image

copy image

પોણા બે વર્ષ અગાઉ એક શખ્સે મુંદરા તાલુકાની સગીરાનું અપહરણ કરી જઈ અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોણા બે વર્ષ અગાઉ મુંદરા તાલુકાની સગીરાનું એક શખ્સ જે પહેલાથી જ પરણેલો હતો. છતાં તેણે આ યુવતીને લગ્નની લાલચ આપી ફોસલાવી બદઇરાદે આ નરાધમ સગીરાનું અપહરણ કરી સાથે લઇ ગયો હતો. બાદમાં વારંવાર ફરિયાદી સાથે શરીર સંબંધ બાંધીને તેની હાલત ખરાબ કરી નાખી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.