આદિપુરમાં પાર્ક કરેલી કાર લઈ ચોર ઈશમો થયા રફુચક્કર
copy image

આદિપુરમાંથી કાર લઈ ચોર ઈશમો ફરાર થઈ ગયા હોવાના અહેવાલ સામે આવી રહયા છે, ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુરમાં આવેલા વોર્ડ 3-બી માં આ બનાવ બન્યો હતો. મૂળ રાજસ્થાનના મનોહરસિંહ આયરદાન ચૌધરીએ દોઢ મહિના અગાઉ દિલ્હીથી કાર ખરીદેલ હતી. ગત તા. 4/7ના રાત્રીના સમયે પ્લોટ નંબર 45 નજીક પોતાના ઘરની બહાર પાર્ક કરી અને સૂઈ ગયેલ હતો. બાદમાં બીજા દિવસે સવારના સમયે ઉઠીને જોતા રાત્રે બે વાગ્યે આ કાર સામખિયાળી ટોલ નાકાથી પસાર થઇ હોવાનો મેસેજ આવેલ હતો અને કાર પણ ગુમ હતી. અજાણ્યા ચોર ઈશમો કાર લઈને રફુચક્કર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.