ભચાઉના લાકડિયા નજીક અજાણ્યાં વાહનની હડફેટે 40 વર્ષીય આધેડે જીવ ખોયો

copy image

copy image

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક અજાણ્યાં વાહનની હડફેટે 40 વર્ષીય આધેડે જીવ ખોયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, આ બનાવ રાધનપુર-સામખિયાળી ધોરીમાર્ગ પર લાકડિયા નજીક હોટેલ ભેરૂનાથ સામે બન્યો હતો. જ્યાં કોઇ અજાણ્યા વાહને આ 40 વર્ષીય અજાણ્યા શખ્સને હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળને વધુ તપાસ આદરી છે.