રૂા. 72,000નો ચેક પરત ફરતા આરોપી એક વર્ષ માટે જેલના હવાલે

 રૂા. 72,000નો ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિકીએ આ બનાવના ફરિયાદી એવા કનૈયા કરમશી ગઢવી પાસેથી મિત્રતાના નાતે ધંધાર્થે કુલ  રૂા. 72,000 રૂપિયા લીધેલ હતા. જે પેટે આપવામાં આવેલ ચેક ફરતા ફરતા તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદ અને વળતરની રકમ એક માસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. ઉપરાંત વળતરની રકમ ચૂકવવામાં ન આવે તો વધુ 90 દિવસની સાદી કેદની સજાનો આદેશ કર્યો હતો.