ગાંધીધામ નજીક અજાણ્યાં વાહનની હડફેટે 29 વર્ષીય યુવતીએ જીવ ખોયો

copy image

copy image

 ગાંધીધામ નજીક અજાણ્યાં વાહનની હડફેટે 29 વર્ષીય યુવતીએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ સપાટી પર આવ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજના અરસામાં  ગાંધીધામ નજીક મૃતક મહિલા મોનિકાબેન નારાયણભાઇ શર્મા પોતાની એક્ટિવાથી જઇ રહ્યા હતા તે દરમ્યાન અજાણ્યાં વાહને હડફેટે લેતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર ઇજાઓના પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.