ચેક પરત ફરતા આરોપી જેલના હવાલે

copy image

copy image

ચેક પરત ફરવાના કેસમાં આરોપી ઈશમને છ માસની કેદ ફટકારવામાં આવેલ હોવાની વિગતો સામે આવી છે ત્યારે આ મામલે વધુમાં સૂત્રોનું કહેવું છે, રિશી ગ્લોબલ એક્ઝીમ પ્રા. લિ.ના ડાયરેક્ટર નીતા મનોજ મનસુખાણી દ્વારા આરોપી ઈશમ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલ હતો. ફરિડિયાએ આરોપીને વખતો વખત ટ્રાન્સપોર્ટની સેવા પૂરી પાડી હતી, જે પેટે લેવાની રકમ પેટે આપવામાં આવેલ ચેક પરત ફરતા આરોપી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી છ માસની કેદની સજા તથા ચાર લાખ વળતર પેટે ચૂકવવા આદેશ જાહેર કર્યો હતો.