આણંદ ખાતે આવેલ બોરસદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહયા છે : શહેરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ

copy image

copy image

 આણંદ ખાતે આવેલ બોરસદમાં મેઘરાજા મન મૂકીને વરસી રહયા છે ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. પ્રાપ્ત થતાં અહેવાલ મુજબ શહેરમાં માત્ર ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં  માત્ર બે કલાકમાં જ ભારે પવન સાથે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો જેના પરીણામ સ્વરૂપે શહેરના અનેક વિસ્તારોમાં ઠામ ઠેકાણે પાણી ભરાઈ ચૂક્યા છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 ત્યારે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેમાં 8 થી 11 જુલાઈ સુધી ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અને 12 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.