પ્રોહિબિશનના ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજ”

copy image

copy image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, નવીનકુમાર જોષી, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, માનકુવા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બે ગુનામાં તથા અમીરગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એક પ્રેહિબિશનના ગુના કામે પકડવાનો બાકી આરોપી અનોપસિંહ અભેસિંહ રાઠોડ રહે. જડેશ્વર મંદીરની સામે કેરા તા.ભુજવાળો હાલે લોરીયાથી ઝુરા ગામ બાજુ જતા ત્રણ રસ્તા પાસે હાજર છે. જે સચોટ બાતમી હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુછપરછ કરતા ઉપરોક્ત ત્રણ ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા નીચે મુજબનો ગુનાઓ દાખલ થયેલ હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી
  • અનોપસિંહ અભેસિંહ રાઠોડ ઉ.વ.૪૩ રહે. જડેશ્વર મંદીરની સામે કેરા તા.ભુજ

નીચેના ગુનામાં નાસતો કરતો હતો

માનકુવા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં.૦૩૮૯/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૫(એઇ), ૧૧૬(બી), ૮૧,૮૩,૯૮(૨) તથા બી.એન.એસ.૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી) (૩) (૪) મુજબ.

  • માનકુવા પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં.૦૪૦૨/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૫(એઇ), ૧૧૬ (બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ તથા બી.એન.એસ.૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી), ૧૧૧(૩), ૧૧૧(૪) મુજબ.
  • અમીરગઢ પોલીસ સ્ટેશનમાં સી પાર્ટ ગુ.ર.નં.૦૦૨૮/૨૦૨૫ પ્રોહી એકટ કલમ-૬૫(એઇ), ૧૧૬ (બી), ૮૧, ૮૩,૯૮(૨) તથા બી.એન.એસ. ૨૦૨૩ની કલમ ૧૧૧(૩),૧૧૧(૪),૩૪૫ મુજબ.