સુરેન્દ્રનગરમાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા રોડ રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે તે માટે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ડામર પેચવર્ક, વેટમિક્સ પેચ જેવી કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર બાયપાસ રોડ ઉપર કોલ્ડ મિક્ષ ડામર દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.
રિપોર્ટર જયેશભાઇ મોરી