શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ- થાનગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

image-115

આજ રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ- થાનગઢ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં થાનગઢ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વર્ષાબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. વિદ્યાર્થીઓએ શાળાના તમામ ગુરુજનોને કુમકુમ તિલકથી સન્માનિત કર્યા હતા. અને વિદ્યાર્થીઓએ જીવનમાં ગુરુ અને શિષ્યનું મહત્વ સમજાવ્યું હતુ જ્યારે શિક્ષકોએ પણ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. વિશેષમાં બી.એડ. કોલેજના તાલીમાર્થી શિલ્પાબેન સોલંકી દ્વારા છાત્રાઓ માટે સાંસ્કૃતિક વેશભૂષા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાની છાત્રાઓએ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર શાળા પરિવારે જેહમત ઉઠાવી હતી.

રિપોર્ટર જયેશભાઇ મોરી