નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા પ્રયાસશીલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા


સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદ બાદ ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન હેઠળ મેલેરીયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગો ફેલાતા અટકાવવા જંતુનાશક દવા છંટકાવ અને ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આમ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા શહેરના નાગરિકોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા પ્રયાસશીલ છે.
રિપોર્ટર જયેશભાઇ મોરી