વિકાસશીલ ગુજરાતના છેવાડે આવેલા જખૌ ગામમાં ઠેર ઠેર કાદવ-કીચડનું રાજ

copy image

ગુજરાતના કચ્છ જીલ્લાના અબડાસા તાલુકાના છેવાડે આવેલા જખૌ ગામમાં ચોમાસાની ઋતુ દરરોજ ઝરમર છાંટા પડવાથી ગામના મુખ્ય ચાર માર્ગો, રસ્તાઓ, ગલીઓ અને શેરીઓ પર કાદવ અને કીચડનું કબજો થઇ ગયેલ છે. સ્થાનીય જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્રિ-મોન્સુન ની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા ગ્રામજનોને ભારે હાલાંકી અને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિના કારણે ગામના રોજીંદા જીવન, આરોગ્ય અને પરિવહન પર ગંભીર અસરો થઇ રહી છે. અને ગામના લોકોને કાદવ અને કીચડ જેવા ગંદકી જેવા વિસ્તારોમાં રહેવા માટે મજબૂર થવો પડે છે.
ગુજરાત રાજયનો જખૌ ગામ, જે ગામ અબડાસા તાલુકાના મુખ્ય મથક નલીયાથી 14 કિલોમીટર દુર આવેલ છે. તે એક માછીમારીનું મુખ્ય કેન્દ્ર છે. જખૌ ગામની આજુ-બાજુમાં અર્ચન કંપનીના બે પ્લાન્ટો જખૌ સોલ્ટ અને ભારત સોલ્ટ આવેલા છે. જખૌ બંદર માં કચ્છ સોલ્ટના પ્લાન્ટો આવેલા છે અને અર્ચન કંપનીની જેટ્ટી પણ આવેલ છે, તેમજ ગામની ચારે બાજુએ Suzlon વિન્ડફાર્મ કંપનીની પવનચક્કીઓ પણ આવેલી છે. જેના કારણે જખૌ ગામ ગુજરાત સરકારને દર વર્ષે કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપે છે. સરકારને કરોડોનું હુંડીયામણ કમાવી આપનાર ગામ આજ દિન સુધી વિકાસ થી વંચિત છે. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ગામની વસ્તી આશરે ૫,૩૬૯ જેટલી છે. ચોમાસાની શરૂઆતથી જ ગામમાં ઝરમર વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો, રોડ, રસ્તાઓ, ગલીઓ, શેરીઓ વગેરે પર કાદવ અને કીચડ ભરાઈ જાય છે. ખાસ કરીને, ગામના એન્ટ્રસના મુખ્ય ચાર રસ્તાઓ, જખૌ ચેકપોસ્ટ થી બસ સ્ટેશન સુધી, ઓધવરામ મંદિરના નાકા થી ભાનુશાલી ફળિયા સુધી, જખૌ પોલીસ સ્ટેશન થી ગઢ અને મુખ્ય બજાર સુધી, જખૌ બંદર તરફ જતા રોડ થી બડામિયા પીર ની દરગાહ સુધીના રસ્તાઓ તેમજ ગામના અન્ય રસ્તાઓ, અને માર્ગો તથા ગલીઓ અને શેરીઓ જેવી કે, મુખ્ય બજાર તરફ જતો માર્ગ, ગઢ થી ઇદગાહ તરફ જતો રસ્તો, જૈન દેરાસર નજીકના માર્ગો અને રસ્તાઓ તથા ગલીઓ અને શેરીઓ, આ ઉપરાંત વાઘેર વિસ્તાર, ભાનુશાલી ફળીયો, કોલી વિસ્તાર, વોર્ડ નં. ૧ અને વોર્ડ નં. ૨ વચ્ચે ના તમામ માર્ગો, રસ્તાઓ અને ગલીઓ તથા શેરીઓ વગેરે જેવા સ્થળો અને મુખ્ય માર્ગો કાદવ અને કીચડ થી ભરાઈ ગયેલ છે. ગંદકી અને કાદવ-કીચડના કારણે તે રસ્તા પરથી પસાર થવો ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. આ સ્થિતિના કારણે શાળાએ જતા બાળકો, વૃધ્ધો, ધર્મવિધિ માટે જતા લોકો, પોતાના પરિવાર માટે જરૂરી અને આવશ્યક ચીજ વસ્તુઓ લેવા બજાર તરફ જતા લોકો વગેરેને ખુબ જ ભારે હાલાંકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગામના એન્ટ્રસના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર કાદવ-કીચડ નો પ્રમાણ ખુબ જ વધારે હોવાથી, ગુજરાત સરકારની રાજય પરિવહન ST બસો પણ ગામની અંદર પ્રવેશવાને બદલે જખૌ ચેકપોસ્ટ પરથી જ પાછી ફરે છે. જેના કારણે જખૌ થી અન્ય સ્થળોએ જતા મુસાફરો તથા અન્ય સ્થળો થી જખૌ આવતા મુસાફરોને પણ ભારે હાલાંકી અને પરેશાનીનો સામનો કરવો પડે છે. જે સ્થિતિના કારણે વૃધ્ધો અને બાળકો માટે વધુ મુશ્કેલીકારક છે. કારણ કે તેઓને કાદવ-કીચડ માંથી ખુબ જ લાંબો અંતર કાપવો પડે છે, જે તેઓ માટે પરેશાની ઉભી કરે છે. જો ગુજરાત રાજય પરિવહનની ST બસને કાદવ અને કીચડ માંથી પસાર થવા માં મુશ્કેલી થઈ રહી હોય, તો તે રસ્તાઓ પરથી ગ્રામજનોને પસાર થવા માટે કેટલે હદ્દ સુધી મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડતો હશે? તે બાબત ખુબ જ વિચારવા લાયક છે.
જખૌ ગામની ચારે બાજુના રસ્તાઓ ગામની ઊંચાઈ કરતાં વધુ ઊંચા બનાવવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણી ગામમાં ભરાઈ જાય છે. રસ્તાઓનું નિર્માણ કરતી વખતે ગામની ઊંચાઈ અને રસ્તાની ઊંચાઈનું યોગ્ય આયોજન કરવામાં આવ્યો નથી, જેના પરિણામે અતિવૃષ્ટિ દરમિયાન ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે. આવા સમયે ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે તંત્રને ખૂબ જ મહેનત કરવી પડે છે, અને કેટલીક વખત ગામ તંત્રથી સંપર્ક વિહોણું પણ થઈ જાય છે. આ સમસ્યા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ પ્રિ-મોન્સુન કામગીરીની નબળાઈ અને તૈયારીઓના અભાવને દર્શાવે છે.
કાદવ અને કીચડથી ખૂબ જ ગંદી વાસ આવે છે, જેના કારણે ગ્રામજનોમાં ચામડીના રોગો, ફૂગના ચેપ, અને મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, અને ડાયરિયાનું જોખમ વધે છે. ગામના મુખ્ય માર્ગો, રસ્તાઓ, ગલીઓ અને શેરીઓમાં કાદવ અને કીચડનો પ્રમાણ એટલી હદ્દ સુધી વધ્યો છે કે, સ્થાનીય આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ આવા રોગોને નિયંત્રણમાં લેવા માટે બ્લીચિંગ પાવડર, ફોગિંગ, અથવા લાર્વિસાઇડનો છંટકાવ કરવામાં ખુબ ભારે પરેશાની અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેના કારણે ગ્રામજનોનું આરોગ્ય જોખમમાં મૂકાય છે.
જખૌ જૂથ ગ્રામ પંચાયતના જવાબદારો દ્વારા નાળાઓની સફાઈ, ગામમાં કચરો દુર કરવો, પ્રિ-મોન્સુન ની કામગીરી યોગ્ય રીતે કરવી વગેરે હોય છે. પરંતુ સ્થાનીય ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓએ પ્રિ-મોન્સુન ની કામગીરી ગામમાં કરવાની જગ્યાએ ગામ બહાર કરી દીધેલ છે અને પ્રિ-મોન્સુન કામગીરી સમયે ગામના મુખ્ય માર્ગો, રસ્તાઓ, ગલીઓ, શેરીઓ અને સીસી રોડ નું યોગ્ય રીતે પણ નિરીક્ષણ કર્યો નથી. તેઓ દ્વારા પ્રિ-મોન્સુન ની કામગીરી માં મનસ્વી વલણ અપનાવવામાં આવ્યો છે, જે ગામમાં ઠેર ઠેર કાદવ કીચડ ભરાઈ ગયેલ હોવાથી માલુમ પડે છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ જખૌ જૂથ ગ્રામ પંચાયતને ગામમાં સફાઈ કામ માટે વિવિધ યોજનાઓ મારફતે થી બે ટ્રેક્ટર અને તેની સાથે ટ્રોલીઓ, હેન્ડકાર્ટ અને ડસ્ટબિન ફાળવવામાં આવેલ છે. પરંતુ સ્થાનીય પંચાયત દ્વારા આપવામાં આવેલ સાધનોનું આજ દિન સુધી સફાઈ કામોમાં ઉપયોગ કરવામાં આવેલ નથી. અર્ચન ફાઉન્ડેશન દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી માટે CSR યોજના હેઠળ સ્થાનીય ગ્રામ પંચાયત સફાઈ કામ માટે સાધનો આપવામાં આવેલ છે, પરંતુ સ્થાનીય પંચાયતના જવાબદારો દ્વારા અર્ચન ફાઉન્ડેશન દ્વારા CSR યોજના હેઠળ ની પ્રિ-મોન્સુન ની કામગીરી ગામની અંદર કરવાની જગ્યાએ ગામ બહાર કરી દેવામાં આવેલ છે. તેવા આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા ગરમા પંચાયતના જવાબદારો સામે કરવામાં આવી રહ્યા છે. 14મા નાણાપંચની ગ્રાન્ટમાંથી ડીસેન્ટ્રલાઈઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેનો પણ આજ દિન સુધી સ્થાનીય ગ્રામ પંચાયત દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. ફક્ત સરકારી નાણાનો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
જખૌ ગામના ગ્રામજનોનું તંત્ર સમક્ષ માંગ છે કે, જખૌ ગામના મુખ્ય માર્ગો, રસ્તાઓ, ગલીઓ, શેરીઓ વગેરે પર ઝરમર વરસાદ ના કરને જે કાદવ અને કીચડ ભરાઈ ગયેલ છે જેના કારણે ગામના રોજીંદા જીવન અને આરોગ્ય તથા પરિવહન ને ખુબ જ ભારે હાલાંકી અને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિકાલ કરીને ગામમાંથી કાદવ અને કીચડ યુદ્ધ સ્તરેથી દુર કરવામાં આવે તેવી માંગ છે. અને પ્રિ-મોન્સુન કામગીરી માં જો કોઈ ગફલત અને બેદરકારી જણાઈ આવે અને સ્વચ્છતા સાથે કોઈ જવાબદારો દ્વારા ચેડા કરવામાં આવ્યા હોય તેવો જણાઈ આવે તો જવાબદારો સામે તાત્કાલિક ધોરણે યોગ્ય અને કડક પગલા લેવા પણ માંગ કરવામાં આવી રહી છે.