લખપત-કોટેશ્વર રોડ પર આવેલ કનોજ મેજર બ્રિજ ભારે વાહનો ની અવરજવર માટે બંધ કરાયા
કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, ભુજ-કચ્છના વંચાણ-૧ તથા ૨ વાળા પત્રની વિગતે લખપત-કોટેશ્વર રસ્તાના કી મી.૩૧/૪૦૦ થી ૩૧/૬૦૦ વચ્ચે આવેલ કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવા તથા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે. રજુ થયેલ દરખાસ્ત અન્વયે અત્રેથી અભિપ્રાય મંગાવતા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજની કચેરીના વંચાણ-૩ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, નખત્રાણાની કચેરીના વેચાણ-જવાળા પત્રથી હકારાત્મક અભિપ્રાય રજુ થયેલ છે. જે ધ્યાને લઈ નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.
જેથી હું આનંદ પટેલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તા.૧૨/૧૦/૨૦૨૫ સુધીના સમયગાળા માટે નીચે અનુસૂચિમાં જણાવેલ બ્રિજ પરથી ભારે વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવા હુકમ કરુ છું.
આ હુકમની અંદર ભારે વાહન શબ્દનો અર્થ મોટર વ્હીકલ એક્ટમાં જે વ્યાખ્યા આપી છે તે મુજબનો
અનુસૂચિ:- લખપત-કોટેશ્વર રસ્તાના કી.મી.૩૧/૪૦૦ થી ૩૧/૬૦૦ વરચ્ચે આવેલ કનોજ મેજર બ્રીજ પરથી ભારે વાહનો અવર-જવર કરી શકશે નહી.
વૈકલ્પિક માર્ગ/ રસ્તાની વિગત:- પ્રાન્ધો વર્માનગર તરફથી લખપત ત્રણ રસ્તા થઈ નારાયણ સરોવર બાજુ આવતા ભારે વાહનો વર્માનગર – સોનલનગર- બાલાપર નરેડી-ગોધાતડ ફાટક- કાટીયા -બુધ્ધા માર્ગથી નલિયા નારાયણ સરોવર નેશનલ હાઈવે મારફતેથી નલિયા-નારાયણ સરોવર રસ્તા પરથી અવર-જવર કરી શકશે.
માતાના મઢ, દયાપર તરફથી આવતા ભારે વાહનો દોલતપર ત્રણ રસ્તાથી બરંદા થઈ નલિયા-નારાયણ સરોવર નેશનલ હાઈવે પરથી અવર-જવર કરી શકશે.
આ જાહેરનામાં હેઠળ તપાસ કરવાનાં, જાહેરના માનાં પાલન કરાવવાનાં અને તપાસનાં અંતે ચાર્જશીટ રજુ કરવાના અધિકાર જિલ્લાનાં પોલીસ અધિકારીશ્રીઓ તેમજ હેડ કોન્સ્ટેબલ કે તે ઉપરનાં કર્મચારીઓને રહેશે.