ભચાઉના મનફરામાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

sus

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ મનફરામાં યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મનફરાના ગણેશનગર વિસ્તારમાં રહેનાર 26 વર્ષીય પરિણીત હર્ષદ દરજી નામનો યુવાન પોતાના ઘરે હાજર હતો, તે સમય દરમ્યાન કોઈ અકળ કારણોસર હિંચકાના હૂંકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ પરિણીત યુવાને કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.