જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી આદિપુર પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી-જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌઘરી સાહેબ અંજાર વિભાગ અંજાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો ઇન્સ.શ્રી એમ.સી વાળા સાહેબની સુચનાથી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે શીણાય ગામેથી ધાણીપાસા વડે જુગાર રમતા આરોપીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ગુના નંબર તથા કલમ:-

આદીપુર પો.સ્ટે ગુ.ર.નં.૪૪૩/૨૦૨૫ જુ.ધા કલમ. ૧૨ મુજબ

આરોપીઓના નામ :

(૧) કેવલ દેવજીભાઈ બાવાજી ઉ.વ.૨૫ રહે.ચારવાડી આદીપુર તા. ગાંધીધામ

(૨) સલીમ ઇબ્રાહીમ રાયમા ઉ.વ.૫૩ રહે.નવા અંજાર તા.અંજાર

(૩) દીપક કાનજીભાઈ વરચંદ ઉ.વ.૨૯ રહે.ચારવાડી આદીપુર તા.ગાંધીધામ

(૪) રામજી કાનાભાઈ માલા (આહીર) ઉ.વ.૩૦ રહે.ભારાપર તા. ગાંધીધામ

(૫) રમેશભાઈ પ્રેમજીભાઈ વાઘમશી ઉ.વ.૪૩ રહે.શીણાય તા. ગાંધીધામ

(૬) વિશાલ મનશુખભાઈ નાથબાવા ઉ.વ.૨૯ રહે.મણીનગર આદીપુર તા.ગાંધીધામ

મુદામાલની વિગત:

(૧) રોકડા રૂપિયા- .૮૫,૦૫૦/-

(૨)મોબાઇલ નં.૦૪ કીરૂ.૪૭,૫૦૦/-

(૩) વાહન નંગ-૦૩ કીરૂ.૫,૨૦,૦૦૦

(૪) ધાણીપાસા નંગ.૦૨ કિ.રૂા.૦૦/૦૦

એમ કુલ કિ.રૂ.૬,૫૨,૫૫૦/-

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એમ.સી વાળા સાહેબ સાથે આદીપુર પો. સ્ટેના સર્વેલન્સ પોલીસ સ્ટાફ દ્વારા આ સફળ કામગીરી કારવામાં આવેલ છે.