પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી પ્રોહીબીશનની હેરફેરને અટકાવવા અને પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબુદ ક૨વા જરૂરી સુચના આપેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટ૨ એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અસરકારક કામગીરી ક૨વા જણાવેલ હોય જે અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા દ૨મ્યાન મળેલ બાતમી આધારે મીઠીરોહર સીમ વિસ્તાર માથી અલ્ટો કા૨ની અંદર વિદેશી દારૂ ભરીને આવતા હોવાની હકીકત આધારે મીટ ઈન્ડીયા કંપની પાસે રોડ ઉપર બન્ને આરોપીઓ સાથે વિદેશી દારૂ ભરેલ અલ્ટો કા૨ પકડી પાડી બન્ને આરોપીઓની પુછપરછ ક૨તા આ વિદેશી દારૂ મનુભા વિઠુભા વાઘેલાનો હોવાની હકીકત જણાવેલ જેથી મળી આવેલ વિદેશી દારૂ તથા વાહન કબ્જે કરી બન્ને આરોપીઓ તથા લિસ્ટેડ બુટલેગ૨ વિરૂધ્ધ ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગુના રજી નંબર-૧૧૯૯૩૦૦૭૨૫૦૯૮૮ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ),૧૧૬(બી),૯૮(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

:: પકડાયેલ આરોપીઓના નામ ::

(૧) વિનય ઉર્ફે વિનોદ રામાભાઈ કોલી ઉ.વ.૨૫ ૨હે- પડાણા તા-ગાંધીધામ મુળ ૨હે-જંગી તા-ભચાઉ

(૨) સુરેશ રામાભાઈ કોલી ઉ.વ.૨૪ ૨હે- પડાણા તા-ગાંધીધામ મુળ ૨હે-જંગી તા-ભચાઉ

:: હાજર ન મળી આવેલ આરોપીનુ નામ ::

(૧) મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલા ૨હે-પડાણા તા-ગાંધીધામ

:: કબ્જે કરેલ મુદામાલ ::

(૧) ભા૨તીય બનાવટની વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ-૨૧૨ કિ.રૂ. ૨,૯૯,૧૦૦/-

(૨) ભા૨તીય બનાવટના ૫૦૦ એમ.એલ. ના અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ-૩૫૫ डि.३. ७८,१००/-

(૩) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-

(૪) અલ્ટ્રોકાર રજી નંબર-જીજે-૧૨-એફબી-૪૨૯૪ કિ.રૂ. ૨,૦૦,૦૦૦/-

(કુલ્લ કિ.રૂ.૫,૯૭,૨૦૦/-)

ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા તથા પો.સબ.ઈન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.