ગાંધીધામના શિણાયમાંથી રૂા 85,050 ની રોકડ સહિત કુલ 6.52 લાખના ના મુદ્દામાલ સાથે છ ખેલીઓની થઈ ધરપકડ

copy image

ગાંધીધામ ખાતે આવેલ શિણાય ગામમાંથી છે જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામના શિણાયમાં ચોકમાં લીમડાના ઝાડ નીચે અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા તે સમયે અચાનક ત્રાટકેલી પોલીસે અહીથી જુગાર રમતા છ ઈશમોને રંગે હાથ ઝડપી પડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રૂા 85,050 ની રોકડ સહિત કુલ રૂા. 6,52,100નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.