અંજારના રતનાલ ગામની વાડીમાંથી 1.25 લાખની ખારેકની ઉઠાંતરી

copy image

અંજારના રતનાલની સીમમાં આવેલ 1.25 લાખની તસ્કરે થઈ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, આ ચોરીના બનાવ અંગે રતનાલમાં ધાણેટી રોડ ઉપર પાણીના ટાંકાની નજીક રહેતા રાજેશ ધુલાભાઇ રવા વરચંદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર રતનાલ ગામના સીમ વિસ્તારમાં ફરિયાદીના પિતાનાં નામે આવેલ ખેતીની જમીનમાં ખારેકની ખેતી કરવામાં આવેલ છે. આ ખારેકના વેચાણ બાદ તેનું કટિંગ-પેકિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન ગત તા. 11/7ના ફરિયાદી ઘરે ગયા બાદ બીજા દિવસે બપોરના અરસામાં ખારેક ગુમ હોવાનું સામે આવ્યું હતું. અહીથી અજાણ્યા નિશાચરોએ એક ઝાડમાંથી 100 કિલો એમ 25 ઝાડમાંથી 2500 કિલો ખારેકના હાથા કાપીને લઇ ગયેલ હતા. આ બનાવમાં અજાણ્યા ચોર ઈશમો આ વાડીમાંથી કુલ રૂા. 1,25,000ની ખારેક લઈ ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.