ભુજના સુખપરમાં માલગાડીની નીચે આવી જતાં 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

ભુજના સુખપરમાં સાંજે માલગાડીની નીચે આવી જતાં 22 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થથી વિગતો મુજબ ભુજના સુખપરના રિદ્ધિસિદ્ધિ નગરમાં રહેનાર 22 વર્ષીય ગોવિંદ નામનાઓ યુવાન ગત દિવસે સંજાના અરસામાં નાનીના ઘરેથી પરત આવી રહ્યો હતી તે સમયે સુખપર દરબારવાડીના રેલવેના પુલિયાના ઉપરના ભાગેથી તેનું પસાર થવું અને માલગાડી પસાર થતાં તે કચડાઈ ગયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.