શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢની દીકરીઓ માટે Menstrual Hygiene કાર્યક્રમ યોજાયો


શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે વિદ્યાર્થીની બહેનો માટે Menstrual Hygiene (માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા-સભાનતા)કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમા મુખ્ય મેહમાન તરીકે થાનગઢ સીટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ ડૉ. રાજવીબેન ઝાલા હાજર રહ્યા હતા. તેમણે દીકરીઓને “માસિક ચક્ર દરમિયાનની સ્વચ્છતા અને સમજદારી” વિષય ઉપર હાઈસ્કૂલની દીકરીઓને સમજણ અને જરૂરી સૂચન કર્યું હતું. ઉપરાંત શાળાની વિદ્યાર્થિની દેવાંશી દવે દ્વારા ઉપરોક્ત વિષય પર સુંદર વક્તવ્ય રજુ કરવામાં આવ્યું હતું જ્યારે બી.એડ પ્રશિક્ષણાર્થી શિલ્પાબેન સોલંકી દ્વારા આ વિષય અનુસંધાને Power Point Presentation રજુ કરાયેલ. કાર્યક્રમનાં અંતે વિદ્યાર્થીની બહેનોને સેનેટરી પેડનુ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન બી.ઍડના તાલીમાર્થી શિલ્પાબેન સોલંકી દ્વારા કરવામાં આવેલ. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર જયેશભાઇ મોરી