રાજય સરકાર દ્વારા “Vehicle Registration No. Retention” ની સેવા શરૂ કરાઈ
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ભુજ- કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વાહનોને જયારે સ્ક્રેપ કરવામાં આવતું હોય અથવા તેની માલિકી તબદીલી થતી હોય તેવા કિસ્સામાં વાહનો પર ફાળવવામાં આવેલ રજિસ્ટ્રેશન નંબર મૂળ વાહન માલિક દ્વારા ખરીદવામાં આવતાં નવા વાહનો પર ફાળવી શકાય તે હેતુથી “Vehicle Registration No. Retention” ની સેવા રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે. જેનો લાભ મેળવવા માટે જરૂરી સૂચનાઓ તથા વિગતો વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની વેબસાઈટ http://cot.gujarat.gov.in પરથી મેળવી શકાશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.