અપહરણનાં ગુના કામે છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી LCB પૂર્વ કચ્છ ગાંધીધામ

copy image

copy image

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઈન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૩૬૮/૨૪ બી.એન.એસ.૬.૧૩૭(૨) વિગેરે મુજબના ગુના કામે ભોગ બનનાર તથા નીચે જણાવેલ નાસતા ફરતા આરોપીને સુરત જીલ્લાનાં પાલોદ ગામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનું નામ

(૧) મનીષ માનસીંગ વસુનીયા ઉ.વ. ૨૦ ૨હે. કાકડકુવા તા.કાલીદેવી જી.જાંબુઆ મધ્યપ્રદેશ

આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.