શ્રી કમંઠપુર પ્રાથમિક શાળા ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો

copy image

આયુષમાન આરોગ્ય મંદિર ધ્રબ દ્વારા બ્લુડ ગ્રુપ કેમ્પ યોજાયો.
આજ રોજ મુન્દ્રા તાલુકાના પીએચસી ઝરપરા ના મેડિકલ ઓફિસર ડૉ.મેહુલસર અને ડૉ.રુચિતામેડમ ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર ધ્રબની કમંઠપુર શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત “આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા,સુપરવાઈઝર વિનોદભાઈ ઠકકર,સી.એચ.ઓ ડૉ. હસનઅલી આગરીયા,એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા,લેબ-ટેક ઋષિતા દાણી ,મ.પ.હે.વ. નિકુલ ભાઈ પરમાર,દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આર કે એસ કે કાર્યક્રમ વિશે,
પોષણયુકત આહાર અંગે વિશે માહિતી આપવામાં આવી
એનિમિયા વિશે સમજુતી આપવામાં આવી તેમજ IFA ટેબ વિશે સમજ આપી.
* menstrual hygiene & સેનેટરી પેડ વિશે સમજ આપવામાં આવી તેમજ વિતરણ કરવામા આવ્યુ અને તેના નિકાલ ની પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી.
* કિશોર અવસ્થા માં જોવ મળતાં શારિરીક બદલાવો વિશે સમજણ આપવામાં આવી
ત્યારબાદ આશરે 180 જેટલા કિશોર- કિશોરીઓનું આરોગ્ય તપાસ કરવામાં આવી અને બ્લડ ગ્રુપ તપાસ કરવામાં આવી હતી.
શાળા ના આચાર્ય શ્રી પન્નાબેન ગોસ્વામી, મદદનીશ શિક્ષક સોનબાઇ રવીયા, કુલદીપભાઈ, ને સમગ્ર સ્ટાફ તથા ધ્રબ ના સરપંચ શ્રી જરીનાબેન અસલમ અને ગ્રામ પંચાયત ના સમગ્ર ટિમ ના સાથ સહકાર થી કાર્યક્રમ સફળ રહ્યો.