ઉત્તરપ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યું કરવાનું કૌભાંડ ઝડપાયું


ગુજરાત એટીએસએ યુપીમાંથી હથિયારના બોગસ લાઇસન્સ ઇશ્યુ થયાનો પર્દાફાશ કરી ને 7 આરોપીઓની કરી ધરપકડ શોલેસિંહ સેંગર, વેદ પ્રકાશસિંહ સેંગર, મુકેશ સિંહ, રાજેન્દ્રસિંહ, વિજયસિંહ, અભિષેક ત્રિવેદી, અજય સેંગરની ધરપકડ કરવામાં આવી છે જેમાં એટીએસએ 7 રિવોલ્વર 261 જીવતા કારતુસ જપ્ત કર્યા છે.
ઉત્તરપ્રદેશમાંથી હથિયારના બોગસ લાયસન્સ ઇસ્યું કરવાનું કૌભાંડ ઝડપાયું છે, એટીએસ એ કૌભાંડમાં સંકળાયેલા ૭ આરોપીઓની ધરપકડ કરી, અમદાવાદના વસ્ત્રાલ, મેઘાણીનગર, અડાલજ વિસ્તારમાંથી 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અગાઉ પણ ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સનો પર્દાફાશ કર્યો હતો.
એટીએસના DSP S.L ચૌધરી કહેવા મુજબ ATS ને માહિતી મળી હતી કે અમદાવાદમાં ઘણા લોકો પાસે ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાંથી નકલી હથિયાર લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે… અલગ અલગ ટીમો બનાવવામાં આવીને દરોડા પાડીને સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
રીપોર્ટ બાય: અશ્વિન લિંબાચીયા, અમદાવાદ.