સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પરિવહન માટે સુગમ બનાવતું માર્ગ અને મકાન તંત્ર

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય માર્ગોને પરિવહન માટે સુગમ બનાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોની મરામત કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની ડામર પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં પ્રથુગઢ, ગુજરવાદી, અંકેવાળીયા, નારીચાણા રોડ પર પડેલા ખાડાઓમાં પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર જયેશભાઇ મોરી