ભુજ નગરપાલિકા મધ્યે ભુજ શહેરની સુખાકારી માટે કારોબારી સમિતીની બેઠક યોજાઈ

copy image

આજ રોજ ભુજ નગરપાલિકા મધ્યે ભુજ શહેરની સુખાકારી માટે કારોબારી સમિતીમાં એમ.પી/એમ.એલ.એ.ની ગ્રાન્ટમાંથી સંસ્કાર નગર ગરબી ચોક,દાંતીવાળા હનુમાન મંદિર, ગોપીનાથ કોડકી, આર.ટી.ઓ.રીલોકેશન, યોગેશ્વર ધામ મધ્યે બેસવાના બાંકડા તેમજ અંજલી નગર રોહીદાસ મધ્યે ઇન્ટરલોક,ભીલવાસ રામદેવ મંદિર કોમ્યુનિટી હોલ, ઉમા નગર પાછળ આવેલ વાળંદ સમાજ, વોર્ડ નંબર-૭ કૈલાશ નગર તેમજ વાલરામ નગર-૧ માં સાંસ્કૃતિક હોલ જેવા વિવિધ કામોને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવેલ.
યુ.ડી.પી.-૮૮ અંતર્ગત ઉમેદનગરના પુલ બનાવવાનું કામ, ઉમેદ નગર પાસે ગટરના બેઝનું કામ ભારત નગર તેમજ વોર્ડ નંબર-૯માં પુલ બનાવવાનું કામ તેમજ નવી ઓફીસ બીલ્ડીંગ મધ્યે સભા ખંડનું આયોજન, વોર્ડ નંબર-૩માં સોની સમાજ વાડી સ્મશાન પાસે પુલનું કામ તેમજ ભારે વરસાદ અંતર્ગત ઓગન થી પોલિસ પરેડ ગ્રાઉન્ડ સુધીનો રોડ બનાવવા કામે આજ રોજ નિર્ણય લેવામાં આવેલ.
રૂા.૧ કરોડના ખર્ચે સમગ્ર ભુજ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં સી.સી.અને ડામરના પેચ વર્કનું કામ તેમજ પોલીટેકનીક કોલેજ રોડ પર તાત્કાલીક સી.સી.પેચ વર્કનો નિર્ણય લેવામાં આવેલ તેમજ વોર્ડ નંબર ૧ થી ૧૧માં તમામ વોર્ડ મૈનને સુચના આપવામાં આવેલ જેમાં મુખ્ય રોડમાં ખાડા થયેલ હોઇ જેની જાણ બાંધકામ શાખાના ઇન્જીનીયર્સ તેમજ શાખાના ચેરમેનશ્રીને જાણ કરી જેથી ખાડા પુરી શકાય.
પાણી પુરવઠા તેમજ રોડ લાઇટ શાખામાં અલગ અલગ સોસાયટી દ્વારા લાઇટ તેમજ વીજ કનેકશન માટે આવેલ અરજીઓનો નિકાલ કરી નિર્ણય કરવામાં આવેલ. તેમજ વોર્ડમેનન ને સુચના આપવામાં આવેલ જે વોર્ડમાં લાઈટ બંધ હોઈ જેની જાણ ઇન્જીનીયર્સ તેમજ ચેરમેનશ્રીને જાણ કરી રીપેર કરાવવા જેથી યોગ્ય નિકાલ થાય.
ભુજ શહેરનો મુખ્યત્વે સ્ટેશન રોડ પર વર્ષોજુની લાઇન બેસી જતા તાત્કાલીક રીપેર કરવાની મંજુરી તેમજ ગાર્ડન સીટી મધ્યે ટ્રેનેજની નવી લાઈન નાખીને પાણી નીકાલની વ્યવસ્થાનો નિર્ણય તેમજ ડ્રેનેજ શાખાના કર્મચારીની ખર્ચની મંજુરી આપવામાં આવેલ.
આજ રોજ મળેલ કારોબારી સમિતીમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી મહિદીપસિંહ એમ.જાડેજા, મનુભા જાડેજા, સંજયભાઈ ઠકકર, અશોકભાઈ પટેલ, ધીરેનભાઈ લાલન, શ્રીમતી મનીષાબેન ડી.સોલંકી, રીટાબેન આર.ભાંડેલ તેમજ ભુજ નગરપાલિકાના ઈન્ચાર્જ મુખ્ય અધિકારીશ્રી ડો.અનીલ જાદવ ઉપસ્થિત રહયા. હતા જેમાં ભુજ શહેરની તેમજ જાહેરજનતાની સુખાકારી માટે વિવિધ નિર્ણયો લઈ કામોની મંજુરી આપેલ.