ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીક્સ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી ક૨વા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.જાડેજાનાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાફના માણસોને અસરકારક પેટ્રોલીંગ ક૨વા જણાવેલ હોય દ૨મ્યાન મળેલ બાતમી આધારે લાકડીયા-જુના કટારીયા ચાર રસ્તા પાસે અજમેર પંજાબી હોટલ પાસે પંકચરની દુકાન પાસે બે ઇસમો પોતાના કબ્જાની બેગમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઇ આવી વેચાણ કરવા સારુ લાકડીયા ખાતે આવેલ હોય જે હકીકત આધારે પોલીસ ટીમ દ્વારા આ બંને આરોપીઓને શોધી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પંચોની હાજરીમાં તેમની પાસે રહેલ બેગની ઝડતી તપાસમાં મળી આવેલ નશીલો પદાર્થ ગાંજો વજન ૫.૮૦૦ કિલોગ્રામનો જથ્થો કબ્જે કરી બંને આરોપીઓની ધરપકડ डरी आरोपीयो वि३६६ The Narcotics Drugs And Psychotropic Substances Act गुजार्यवाही डरी खा गांभनो જથ્થો લાકડીયામાં જેને વેચાણ ક૨વાનો હતો તથા જેની પાસેથી બંને આરોપીઓ ખરીદ કરી આ ગાંજો લઇ આવેલ તે આરોપીની તપાસ બાબતે પોલીસ ટીમ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

::નોંધાયેલ ગુનો::

લાકડીયા પો.સ્ટે ગુ.૨.નં ૧૧૯૯૩૦૧૧૨૫૦૧૮૬/૨૦૨૫ એન.ડી.પી.એસ કલમ ૮ (સી),૨૦(બી)(II)(બી),૨૯ મુજબ

::પક્ડાયેલ આરોપીઓ ::

(૧) વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર ઉ.વ.૨૮

(૨)અજયભાઈ મણાભાઈ ઉર્ફે માનાભાઈ ૫૨મા૨ ઉ.વ.૨૪ ૨હે.બંને પાલીયાબીયા, અજાવાસ તા.પોશીના ખેડબ્રહમા સાંબરકાંઠા

::પકડવાના બાકી આરોપીઓ::

(૧) મુકેશભાઈ બુંબડીયા રહે.અજની, ગુજરાત રાજસ્થાન બોર્ડર

(૨) દિનેશ બાવાજી રહે. લાકડીયા તા.ભચાઉ કચ્છ

:: કબ્જે કરેલ મુદામાલ::

(૧) સુકો ગાંજો વજન -૫.૮૦૦ કિલોગ્રામ કિ.રૂા. ૫૮,૦૦૦/-

(૨) ગાંજાનો જથ્થો ભરીને લાવેલ બેગ (ટ્રાવેલીંગ બેગ) નંગ – ૧

(૩) મોબાઈલ નંગ -૦૨ કિ.રૂા. ૧૦,000/-

(૪) આધારકાર્ડ નંગ – ૦૧

આ સફળ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.જાડેજા લાકડીયા પોલીસ સ્ટેશન તથા લાકડીયા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.