આદિપુરમાં યુવતીએ ગળેફાસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

આદિપુરમાં રહેનાર 26 વર્ષીય યુવતીએ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ આદિપુરના મકાન નંબર 49માં રહેનાર 26 વર્ષીય નિશાબેન વેરશી મહેશ્વરી પોતાના ઘરે હાજર હતા. તે સમય દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતનું બહાર આવ્યું ન હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.