છારી નજીક એનટીપીસી કંપની સામે ભાજપ પછી કોંગ્રેસ પણ મેદાનમાં આવી

image

તાલુકાના રામસર જાહેર થયેલા છારીઢંઢ નજીક એનટીપીસી (સોલાર) કંપની દ્વારા વિશાળ જગ્યા પર ચાલુ થયેલા કામો સામે ૧૧ ગામોના અગ્રણીઓ વિરોધ નોંધાવતા આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ તથા જિ.પં. સદસ્ય રાજેશભાઈ આહિર સહિત જિલ્લા કોંગ્રેસે છારી ખાતે રૂબરૂ જઈને આ ગામોના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. અગાઉ આ કંપની સામે ભાજપના ધારાસભ્ય પી.એમ. જાડેજા સહિત ગામોના સરપંચો વિરોધ નોંધાવ્યો હતો. આજે કોંગ્રેસ પણ આ મુદે ગ્રામજનોની સાથે હોવાનું જણાવ્યું હતું.

છારીઢંઢ ખાતે હાલે અંદાજીત ૫ હજાર એકરમાંથી ૩૮૦૦ એકર જમીન એનટીપીસીએ કબજો જમાવ્યો છે અને ત્યાં કામગીરીની પ્રક્રિયા ચાલુ છે. ૧૧ ગામોમાંથી ૫૦૦ જેટલા લોકો

દ્વારા કંપની દ્વારા પૂર્વ મંજૂરી વગર શરૂ થયેલ કામગીરીને અટકાવવા બાબતે કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરી હતી. તેમાં ગામતળની નજીક આવેલ રોડ, રસ્તા, ક્રિકેટ ગ્રાઉન્ડ, ચરિણાય જમીન, ધાર્મિક જગ્યા તેમજ માલધારી વર્ગના નેસડા-વાડા તમામ જમીન નજીક કોઈપણ આધાર-પુરાવા વગર કામગીરી શરૂ કરેલ તેના સામે કોંગ્રેસ પણ લોકશાહીમાં પ્રજાહિત સર્વોપરી છે. તેમ જણાવી ગ્રામજનો સાથે રહ્યા

હતા. કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કહ્યું કે, જિલ્લામાં લાખો એકર જમીન સરકારે કંપનીને પધરાવી દીધી છે. આ કંપની ધારાસભ્યની રજૂઆત નથી. દાદ આપી તો ગામેના અગ્રણીઓ શું કરે. કંપનીની દાદાગીરી ભર્યા વલણ સામે ગ્રામલોકોની સાથે કોંગ્રેસ છે. જિ.પં. સદસ્ય રાજેશભાઈ આહિરે કહ્યું કે, કંપની દ્વારા ૫ વર્ષથી આ વિસ્તારમાં હલચલ ચાલુ છે ત્યારે પશુધન, પંખી, અબોલા જીવો, માલધારીની

૧૧ ગામોના લોકોની છારી ખાતે જિલ્લા કોંગ્રેસના મોવડી વેદનાને વાચા આપી: કંપની સામે લોકશાહી ઢબે વિરોધ ચાલુ રહેશેઃ તમામ ગામોના અગ્રણીઓ બેઠકમાં ભાગ લીધો

રોજીરોટીનું શું થાશે. કંપનીએ રમત-ગમતનું મેદાન પણ છોડયું નથી ત્યારે લડતમાં કોંગ્રેસ જો ન્યાય નહીં મળે તો કોર્ટના બારણા ખખડાવશે. તાલુકા કોંગ્રેસના રામદેવસિંહ જાડેજા, અશ્વિન રૂપારેલ, હસેન રાયમા, મામદ જુગ, યાકુબ મુતવા, જબ્બાર જત, હાજી જકરિયા જત, અલીમામદ જત વગેરે કહ્યું કે, સર્વે નં.૬૦ પૈકી ૪૯૯/૧, ૪૯૯/૨, ૫૫૬ મળી તે પૈકી ૩૮૦૦ એકર જમીન પર કંપની કબજો જમાવ્યો છે અને

સરકારે છારીઢંઢને રામસરોવર જાહેર કર્યો છે ત્યારે કંપની દ્વારા જ જમીન દબાણ થાય છે. તેની સામે મક્કમતા પૂર્વક ગામના અગ્રણીઓ સાથે રાખીને કોંગ્રેસ છ ભાજપ પક્ષા-પક્ષી દૂર રાખી માત્ર પોતાના હકો માટે લડત આપશે. આ વિસ્તારની જનતા છેક સુધી જમીન મુદ્દે લડશે તેમ જણાવી આગામી જલદ કાર્યક્રમો પણ આપશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી. કોંગ્રેસના -સૌભીઓ, ગામના અગ્રણીઓ જ્યાં કંપની દ્વારા કામો થાય છે ५२ તે અજીરાવાંઢ સહિત સાઈડની નો મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. આજની પુિ બેઠકમાં રમેશદાન ગઢવી, શાંતિલાલ નાયાણી, વેરશીભાઈ હું મહેશ્વરી, પ્રેમસિંહ સોઢા, તા. श પં. રણજીતસિંહ સોઢા (ભાજપ), સરપંચ જખૌ જબ્બાર જત સહિત ૧૧ ગામોના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા