પધ્ધર પોલીસે વરલીમાંથી બાર ખેલીઓને દબોચ્યા

copy image

copy image

પધ્ધર પોલીસે વરલીમાંથી બાર જુગારપ્રેમીઓને ઝડપી પાડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતતો મુજબ પધ્ધર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વરલીનાં બસ સ્ટેશન પાછળ લીમડાના ઝાડ નીચે જાહેરમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. ત્યારે મળેલ સચોટ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અને અહીથી 12 હજારની રોકડ સાથે બાર ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.