બિદડા કોમન સર્વિસ સેન્ટર મધ્યે વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના રાજ્ય મંત્રી નો સંવાદ

માંડવી તાલુકાના ગામે સરકારના સંચાર અને સૂચના પ્રોદ્યોગિક મંત્રાલયના સીએસસી ઈ ગવર્નન્સ ના બિદડા કોમન સર્વિસ સેન્ટર મધ્યે પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા પશુધન ઉત્પાદકતા માં સુધારા, આનુવંશિક સુધારણા, રસીકરણ અને જૈવ સુરક્ષા જેવા મહત્વના વિષય ઉપર વર્ચ્યુઅલ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, રાજસ્થાન, દાદરા નગર હવેલી, આંધ્રપ્રદેશ, તેલંગાના, તમિલનાડુ અને પોંડીચેરી જેવા રાજ્યો સીએસસીના માધ્યમથી વર્ચ્યુઅલી જોડાયા હતા જેમાં ગુજરાતમાંથી કચ્છ જિલ્લો તથા બનાસકાંઠાને પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના શ્રેષ્ઠ કોમન સર્વિસ સેન્ટર બિદડા સીએસસી ની પસંદગી થઈ હતી અવેનેસ પ્રોગ્રામમાં ભારત સરકારના મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયના રાજ્ય મંત્રીશ્રી પ્રોફેસર એસપી સિંગ બઘેલ પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રી અલકા ઉપાધ્યાય પશુપાલન વિભાગના જોઈન્ટ કમિશનર
આરજી બંબલ અને ડોક્ટર ભૂષણ ત્યાગી વગેરે અધિકારીઓ જોડાયા હતા જેમાં ડોક્ટર બંબો લે જણાવ્યું હતું કે સીએસસી દ્વારા વિવિધ મંત્રાલયો સાથે આવા 10,000 જેટલા વર્ચ્યુઅલ કાર્યક્રમો થઈ ચૂક્યા છે આ વર્ષનું પ્રથમ કાર્યક્રમ પશુપાલન વિભાગ સાથે થઈ રહ્યું છે આ કાર્યક્રમ દેશભરના 2000 csc સેન્ટર ખાતે લાઈવ પ્રસારિત થશે 10 જેટલા કોમન સર્વિસ સેન્ટર મધ્ય મંત્રીજી દ્વારા સંવાદ કરવામાં આવશે જેમાં પશુધન ઉત્પાદકતામાં સુધારા રસીકરણ અને જૈવ સુરક્ષા પશુઓમાં થતા ચેપી રોગ બેક્ટેરિયા વાયરસ અને જુનોટિક અને જૂનો ગંભીર રોગો સામે રક્ષણ માટે જાગૃતિ સમયસર થતા રસીકરણ કરાવવા જોર મૂક્યો હતો. શ્રીમતી અલ્કા ઉપાધ્યાય પશુપાલન અને ડેરી વિભાગના સચિવ શ્રી એ કહ્યું કે ભારત દેશ એની અર્થવ્યવસ્થામાં પશુઓ અને પશુપાલકોનો ખૂબ મહત્વનો ફાળો છે પશુપાલન ક્ષેત્રે દેશમાં સરેરાશ 6 ટકા જેટલું વધારો થયો છે પશુપાલનથી દેશની મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે પગ પર થઈ છે તેમને થતી આવક મહિલાઓ માટે ઘર ખર્ચ અને શિક્ષણ ખર્ચ માટે ખૂબ ઉપયોગ રહે છે. પશુપાલકોને ઘાસચારા માટે પણ ખૂબ તકલીફ પડે છે તે માટે નવી તકનીકનો ઉપયોગ કરવો જોઈએ અને ઇન્ટરક્રોપિંગ પણ કરવું જોઈએ પોતાના પશુને સ્વસ્થ કેમ રાખી શકાય સરકાર દ્વારા કરવામાં આવતું, રસીકરણ સમયસર કરાવવું. પશુપાલનની સરકારી યોજનાઓ વિશેનો લાભ લેવું, ભારત પશુધન એપનો ઉપયોગ કરવું, આવા કાર્યક્રમ માટે સીએસસી નું માધ્યમ ખૂબ સરળ અને ઉપયોગી છે તેમ જણાવ્યું હતું.. મંત્રીજી એ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે દેશભરના પશુપાલકો સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ભારત દેશના
અસલી નાયક ખેડૂતો અને પશુપાલકો છે આ કાર્યક્રમમાં સીએસસીની મહત્વની ભૂમિકા માટે આભાર વ્યક્ત કર્યો હતો સીએસીના માધ્યમથી દેશના ખૂણે ખૂણે બેઠેલા પશુપાલકો થી જોડાણ થઈ શકશે. કોમન સર્વિસ સેન્ટર ભારત સરકારની અનેક સેવાઓ અને યોજનાઓ નાગરિકો સુધી પહોંચાડવી અને ખૂબ ઉપયોગી સાબિત થયું છે. પશુપાલન એ યુગો યુગોથી ભારતમાં થઈ રહ્યો છે. દ્વાપર યુગમાં સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પણ પશુપાલન કરતા હતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ પહેલીવાર ગૌપાલન માટે ગયા ત્યારથી ગોપાષ્ટમી ઉજવાય છે. આજથી 5300 વર્ષ પહેલાં નંદબાબા પાસે એક લાખ ગાયો હતી. વિશ્વના દૂધ ઉત્પાદનમાં ચોથા ભાગનું દૂધ ઉત્પાદન ભારતમાં થઈ રહ્યું છે. આ કાર્યક્રમ દ્વારા પશુપાલકો અને ખેડૂતોમાં જાગૃતતા લવાશે. ત્યારબાદ મંત્રીજીએ વિવિધ રાજ્યના પશુપાલકો સાથે સંવાદ શરૂ કર્યો હતો ગુજરાતના કચ્છ જિલ્લામાંથી બિદડા કોમન સર્વિસ સેન્ટરના સંચાલક ભરતભાઈ સંઘાર સાથે સંવાદ કર્યો અને પશુપાલક દમયંતીબેન કરસન સંઘાર સાથે પણ સંવાદ કર્યો હતો. મંત્રીજી એ પશુઓમાં થતી બીમારી વિશે અને તેના રસીકરણ વિશે પણ ચર્ચા કરી હતી. સીએસસીના સંચાલકે ગૌ સેવા માટે કાર્યરત સેવા ભવિ સંસ્થાઓ, ગૌશાળાઓ, પાંજરાપર વગેરે ની શ્રેષ્ઠ કામગીરીની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે બિદડા કોમન સર્વિસ સેન્ટર ગુજરાતનો શ્રેષ્ઠ સેન્ટર છે. અનેકવાર રાજ્ય મા અને કેન્દ્ર સરકાર દ્વારા સન્માન મળી ચૂક્યું છે. આ વર્ષે પણ સીએસસી દિલ્હી દ્વારા 25 જુલાઈ ના રાષ્ટ્રીય કાર્યક્રમ માટે સેન્ટરના સંચાલક ભરત સંધારને આમંત્રણ મળ્યું છે.