અંજારના વરસામેડી નજીક આવેલ નર્મદા કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત

copy image

અંજાર તાલુકાના વરસામેડી નજીક આવેલ નર્મદના કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હોવાની ઘટના સામે આવી રહી છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગત તા;14/7 ના વરસામેડી નજીક આવેલ નર્મદના કેનાલમાં પસરવારીયાના 31 વર્ષીય બિજલ ભોજા ખંભલા કેનાલ તરફ આવ્યો હતો. તે સમય દરમ્યાન કોઈ કારણોસર કેનાલમાં ડૂબી જતાં તેનું મૃત્યુ થયું હતું. આ મામલે આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.