રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં ફરી એક વખત આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસની ઘટના આવી સામે

copy image

સૂત્રો જણાવી રહયા છે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામમાં ફરી એક વખત આફ્રિકન વિદ્યાર્થીઓના ત્રાસની ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટની મારવાડી કોલેજમાં મોટી સંખ્યામાં આફ્રિકન વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે ત્યારે તેમાંથી કેટલાક વિદ્યાર્થીનું રતનપર ગામમાં ભાડાના મકાનોમાં રહેઠાણ છે. સૂત્રોનું કહેવું છે કે, ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હંગામો મચાવે છે અને દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. તાજેતરની ઘટનામાં પણ ગામ લોકો અને વિદ્યાર્થીઓ વચ્ચે તણાવ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવા અંગે પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે.