ભુજ-માધાપર ધોરીમાર્ગ પર કડિયાકામ અને કલરકામ કરતી વેલાર વીજ શોક લગતા બેનાં મોત

copy image

ભુજ-માધાપર ધોરીમાર્ગ પર કડિયાકામ અને કલરકામ કરતાં સમયે વીજ શોક લાગતાં બે મજૂરોના મોત થયા છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના માધાપર નજીક આવેલ આત્મારામ સર્કલથી માધાપર ધોરીમાર્ગ પર ગ્રાન્ડ થ્રીડી હોટેલમાં કડિયાકામ અને કલરકામ ચાલી રહ્યું હતું તે સમયે સાંજના અરસામાં આ બનાવ બન્યો હતો. કલરકામ કરનાર 35 વર્ષીય પરેશ બારોટ ઉપરાંત 50 વર્ષીય શાહીદ આત્મજ ઇદરીશ શેખને કામ દરમ્યાન કોઈ કારણે વીજ શોક લાગતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.