ભુજના આણંદસરમાંથી ચાર જુગાર પ્રેમીઓ ઝડપાયા : એક ફરાર

copy image

ભુજ ખાતે આવેલ આણંદસરમાંથી ચાર જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે એક નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ માનકૂવા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, આણંદસરમાં ચામુંડા માતાજીના મંદિરની બાજુના ચોકમાં અમુક ઈશમો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેડ પાડી 10 હજારની રોકડ સાથે ચાર શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા. જ્યારે વધુ એક ઈશમ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.