ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકેલ હોય. સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ અને તેનો સંગ્રહ ન કરવા ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વખતો વખત જાહેર ખબરો આપવામાં આવેલ છે જે અંતર્ગત ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ તારીખ ૧૭/૦૭/૨૦૨૫ ના રોજ પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદાર 1) નવકાર પ્લાસ્ટિક એન્ડ ડેકોર 2) વંદના પ્લાસ્ટિક ૩) શ્રીજી પ્લાસ્ટિક ૪) જલારામ પ્લાસ્ટિક પાસેથી અંદાજે ૫૧ કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવેલ અને રૂપિયા ૭૨૦૦ નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. ગાંધીધામ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા આ ઝુંબેશ યથાવત રાખવામાં આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ/સંગ્રહ ન કરવો અને જો તપાસ દરમ્યાન જો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પકડાશે તો દંડની કાર્યવાની કરવામાં આવશે.