પડાણામાં 48 વર્ષીય આધેડે શ્રમિક વસાહતમાં કર્યો આપઘાત

copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં 48 વર્ષીય આધેડે શ્રમિક વસાહતમાં કોઈ કારણે જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પડાણાની આસ્થા સોલ્ટની શ્રમિક વસાહતમાં આ ઘટના બની છે. અહીં રહીને મજૂરીકામ કરનાર વિરમારામ નામનો વ્યક્તિ પોતાના રૂમ પર હતો તે સમયે કોઈ કારણે તેને પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ આરંભી છે.