ગાંધીધામમાં 45 વર્ષીય આધેડ માહિલાએ જીવનલીલા સંકેલી

copy image

ગાંધીધામમાં 45 વર્ષીય આધેડ માહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અપમૃત્યુનો આ બનાવ ગાંધીધામના રોટરીનગરમાં બન્યો હતો. અહી રહેનાર બાયાબેન કાનજી મહેશ્વરી નામના મહિલા ગત સાંજે પોતાના ઘરે હાજર હતા, તે સમયે કોઈ કારણોસર તેમને પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આદરી છે.