રાપરના ટગા ગામે જુગાર રમતા બે શખ્સો ઝડપાયા; પાંચ ફરાર

copy image

રાપર ખાતે આવેલ ટગા ગામમાં ખુલ્લેઆમ જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ટગા ગામમાં ભટ્ટીવાસ ટાવર નજીક અમુક શખ્સો ધાણીપાસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. તે ઉપરાંત પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમ્યાન બે શખ્સોને પકડી પાડયા હતા, જયારે અન્ય પાંચ શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે પકડાયેલ બે શખ્સો પાસેથી રોકડ રૂ; 15,200 તેમજ એક બાઈક એમ કુલ રૂ; 50,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.