“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ અધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા, મુળરાજભાઇ ગઢવી તથા લીલાભાઇ દેસાઇનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સુરજભાઇ વેગડા તથા લીલાભાઇ દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ટાટા કંપનીનો ACE (છોટા હાથી) લોડીંગ વાહન જેના રજીસ્ટ્રેશન નંબર જીજે.૦૩.બી.ટી.૮૫૬૭ વાળામાં બીલ કે આધાર-પુરાવા વગરના ચોખાનો તથા ઘઉંનો જથ્થો ભરી બાડા ગામથી નીકળી માંડવી તરફ વેચાણ સારૂ આવી રહેલ છે. જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા તૌફીક મહમદહનીફ હાલા ઉ.વ. ૨૨ રહે. ભગત ફળીયુ, મોટી-રાયણ તા. માંડવી વાળો મળી આવેલ અને મજકુર ઇસમના કબ્જાના વાહનમાં ચોખા તથા ઘઉંના બાચકા નંગ – ૨૪ ભરેલ હોય તથા એક ઇલેક્ટ્રીક વજન કાંટો મળી આવેલ જે બાબતે કોઇ બીલ કે આધાર પુરાવા માંગતા મજકુરે કોઇ આધાર પુરાવા રજુ કરેલ નહી. જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને બી.એન.એસ.એસ. કલમ- ૩૫(૧)ઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ.

કબ્જે કરેલ મુદામાલ

  • ચોખા ૫૫૯ કીલોગ્રામ કિં.રૂ. ૧૧,૧૮૦/-
  • ઘઉં ૧૯૦ કીલોગ્રામ કિં.રૂ. ૩,૮૦૦/-
  • ટાટા કંપનીનો ACE લોડીંગ વાહન રજી.નં. જીજે.૦૩.બી.ટી.૮૫૬૭ કી.રૂા.૧,૦૦,૦00/-
  • ઇલેક્ટ્રીક વજન કાંટો કી.રૂા. ૧૦૦૦/-
  • પકડાયેલ ઇસમ
  • તૌફીક મહમદહનીફ હાલા ઉ.વ. ૨૨ રહે. ભગત ફળીયુ, મોટી-રાયણ તા. માંડવી